Chairman’s Message

સૌપ્રથમ અમારી પેનલ ઉપર વિશ્વાસ મુકીને અમારી પેનલને વિજયી બનાવવા બદલ દરેક સભાસદોનો હૃદયપૂર્વક આભાર માનુ છુ. –

બેંક પ્રત્યેની સભાસદોની અને ગ્રાહકોની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવાનો અમો ખેલદિલી પૂર્વક પ્રયાસ કરીશું. આપ સૌની શુભેચ્છાઓના સથવારે આપણી પોતીકી ભાવેણાંની બેંક સફળતાની સીડીઓ પર અગ્રેસર રહી બેંકે પ્રગતિના પંથે આગેકુચ જાળવી રાખી છે.

તા. ૩૧/૦૩/૨૦૨૪ વર્ષાન્ત દરમ્યાન થયેલ બેંકીંગ કામકાજના હિસાબો બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ વતી આપની સમક્ષ રજુ કરતાં આનંદ અને ગર્વ અનુભવુ છું. સભાસદોની ઘણા જ લાંબા સમયથી સાધારણ સભા રવિવારે થાય તેવી માંગ હતી જેનું અમોએ પ્રથમ સાધારણ સભાથી જ પાલન કરેલ છે. સભાસદોને ભેટ પણ શરૂ કરેલ છે. હવેથી દર મંગળવાર અને શુક્રવારે દરેક સભાસદોના પ્રશ્નોને સાંભળવામાં આવશે. બેંકની સારી કામગીરી સાથે બેંકની આર્થિક સધ્ધરતા તથા વિશેષ વિગતો સાથે અહેવાલનો પ્રારંભ કરું છું.

  1. યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા – Bhavnagar યુનિટના અધ્યક્ષ

    • તેઓ યુવાનો માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પ્રવાસ અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે.

  2. Bhavnagar સ્વિમર્સ એસોસિયેશનના અધ્યક્ષ

    • ખેલકૂદ ખાસ કરીને તૈરાકીને વિકાસ માટે કામ કરે છે અને તૈરાકો માટે તાલીમ અને પ્રવૃત્તિઓ આયોજન કરે છે.

  3. Bhavnagar મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ

    • શહેરના વિકાસ કાર્ય, નીતિ આયોજન અને નાગરિક સુવિધાઓના અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ બધીજ ભૂમિકાઓમાં તેઓની સક્રિયતા અને નેતૃત્વ Bhavnagar ના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે.

– પ્રભાતસિંહ બળવંતસિંહ ગોહિલ

error: Content is protected !!